Search This Blog

Tuesday 3 December, 2013

RASMALA

.....JAY YOGESHVAR.....


નાડોદા રાજપૂત સમાજની ઉત્પતિ અને ઇતિહાસ- ૧

ગુજરાત રાજ્ય માં ખુબ જ ઓછી સંખ્યામાં જુદા જુદા પાંચ ભાગોમાં વહેંચાયેલા રાજપૂત નાડોદા સમાજના ઇતિહાસ બાબતે જુદી જુદી અટકળો થાય છે તેમ છતા નાડોદા કેમ કહેવાયા તેની કોઇ ચોક્કસ વિગત ન મળતા આ બાબતે થોડું સંશોધન કરી ઇતિહાસ ના સાધનો અને રાસમાળા ભાગ-૨ માંથી થોડી વિગત મળી છે.

રાજપૂત નાડોદા જ્ઞાતિ નો ઇતિહાસ રસપ્રદ છે અને તેનો સામાજીક વારસો ઉચ્ચ છે. આજકાલ જ્યારે સમાજ કે જે દારૂ, માંસાહાર, જુગાર વગેરે અસ્તિત્વ ધરાવતા સમાજના મોટા દુષણો વારસાગત છે. ત્યારે આપણો નાડોદા સમાજ કે જેનો વારસો બધાથીયે અલગ તરી આવે છે અને આવા વ્યસનો કે બદીઓ આપણો રાજપૂત હોવા છતા સ્પર્શી શકી નથી આપણો સમાજ જેનાથી અલિપ્ત રહી આપણે સમાજમાં આપણુ વર્ચસ્વ, વારસો ઉજજવળ રીતે જાળવી રાખ્યો છે તે એક પ્રશંસનીય બાબત છે. અને આ વારસો જાળવવા માટે આપણા સંસ્કાર અને શાંતિપ્રિય સ્વભાવ વધારે મદદરૂપ થયો છે. આપણે રાજપૂત નાડોદા છીએ તે જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા નામે ઓળખાય છે.

વિરમગામથી રાધનપુર વિસ્તાર કે જે વઢીયાર ખારાપટ અહીં નાડોદા જ્ઞાતિ તરીકે ઓળખાય છે વળી કેટલી જગ્યાએ નાડોદા પટેલ પણ કહેવાય છે. સુરેન્દ્રનગર ઝાલાવાડમાં માત્ર નાડોદા તરીકે ઓળખાય છે. રાજકોટ, ભાવનગર અને ખોરજ સાણં વિભાગમાં રાજપૂત તરીકે ઓળખાય છે.

આપણે આ બધા રાજપૂત નાડોદા છીએ તે બાબત ખ્યાલમાં રાખવી જોઇએ. રાજપૂતના મુખ્ય ગુણો વફાદારી, શુરવીરતા, ટેક, ખાનદાની, સ્વમાન વગેરે આપણે જાળવી રાખ્યા છે. તેજ રીતે જાળવી રાખી બધા રાજપૂત સમાજમાં નાડોદા રાજપૂત કે જે ઉચ્ચ સ્થાને છે તે જાળવી રાખવા પરમાત્મા આપણને શક્તિ બક્ષે.

ગુજરાત ના ઇતિહાસના સાધનો અને રાસમાળા ભાગ- ૨ માંથી કેટલીક માહિતી મળે છે જેનો ટુંકસાર આ મુજબ છે.

અમદાવાદ ના બીજા બાદશા અહમદશાના સમયમાં (સને ૧૪૧૦-૧૪૪૨) બાદશાહે લુંટ ચલાવી અને બધો ખજાનો રાજાઓ-ગિરાસદારો પાસેથી ઝુંટવી લિધો અને રજવાડાના માલિક મિટાવી દીધા બાદશાહે બધા રાજપૂતોને વટલાવી મુસલમાન બનાવવા માટે ભારે દબાણ કર્યુ આવા સંજોગોમાં રાજપૂત સમાજે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા જુદા જુદા પ્રયત્નો કરી જુદી જુદી રીતે રહ્યા ત્યારે રાજપૂત સમાજના ભાગ પડ્યા છે.

બાદશાહ ના ત્રાસથી જે પકડાઇ અને વટલાયા તે મોલેસલામ કહેવાયા.
જે અન્ય રાજ્યો માં કર ભરી ને રહ્યા તે કારડીયા રાજપૂત કહેવાયા.
જે સમાધાન કરીને ખંડણી ભરીને રહ્યા તે રાજા રહ્યા.
અને જે નરવા રહ્યા એટલે કે રાજ્યનો ખપ ન રાખીને ફક્ત જમીન ખેડીને ગુજરાન ચલાવ્યું તેથી નરવૈયા રાજપૂત કહેવાયા સમય અને કાર્યક્રમે નરવૈયા શબ્દનો અપભ્રંશ થઇ નાડોદા રાજપૂત કહેવાયા.

નાડોદા રાજપૂત સમાજમાં વિવિધ અટકો છે જેવી કે કટારીયા, ખેર, ગામી, ગોલેતર, ગોહીલ, ચાવડા, ચુડાસમા, ચૌહાણ, જાદવ, ડાભી, ડોડ, ડાયમા, ડોડીયા, દેસાઇ, બારડ, બુટીયા, પાવરા, પઢારિયા, પરમાર, ભાલૈયા, મોરી, રાઠોડ, રથવી, લકુમ, વાઘેલા, વલોણ, વાઢેર, સિંઘવ, સગર, સોલંકી, હેરમા એમ કુલ અટકો છે.
નાડોદા રાજપૂત સમાજની ઉત્પતિ અને                         ઇતિહાસ- ૨

નાદોલ ગામમાં પ્રખ્યાત દેવતાઓનો મોટો સમુહ છે. તેની પાડોશમાં પશ્ચિમ તરફ પાંચ માઇલ ઉપર નાદોલ નામે અજમેરના ચૌહાણો નું સ્થળ હતું અને ઘણા પ્રાચીન કાળમાં સ્થાપવામાં આવેલ હતું.

આ નાદોલમાંથી શિરોહીના દેવતા રાજપૂતો અને જાલોરના સોનીગરા રાજપૂતોની શાળા ઉભી થઇ હતી.

આ દેવડા રાજપૂતોએ જોધપુર ના રાઠોડવંશી રાજપુતોના અનેક પ્રયત્નો હુમલાઓ આવ્યા છતા પોતાની જમીન જાગીર ટકાવી રાખી છે. ત્યારે સોનીગરા રાજપૂતોએ બીજા રાજપૂતો સાથેની લડાઇમાં વિજયી બન્યા પણ તેઓનું નામ સ્વતંત્ર રાજ્યોની નોંધમાં જોવામાં આવતું નથી. આ કિંમતી જાગીર કે જેમા લગભગ ૩૮૦ ગામો આવેલા છે તે જોધપુર રાજ્ય સાથે જોડાયેલા હતા.

નાદોલથી આવે નાડોદા રાજપૂતો ન હોય ?

ચૌહાણ વંશમાં પૃથ્વીરાજ ચૌહાણ સૌથી બહાદુર રાજા હતા. તેનો એક ભાટિન્ડાનો ાંગા નામનો સરદાર હતો. આ સરદારે પોતાના ૪૭ પુત્રો અને ભાઈઓ સહિત સતલજના કિનારા ઉ૫ર મહમદ ધોરી સામે યુઘ્ધ કરતા મરણ પામ્યા હતા. ત્યાંથી મહંતમ ધોરી અજમેર ઉ૫ર ચડી આવ્યો અને અજમેરમાં ૫ણ તે વખતે ચૌહાણ રાજપૂતો રહેતા હતા. જેમણે મહંમદ ઘોરીને સજજડ હાર ખવડાવી અને પાછા ફરવા ફરજ પાડેલ. આ ૫છી મહંમદ ઘોરી નેહવાલા અને નાંદોલ થઈને ગુજરાત તરફ ગયો.

ઇ.સ.૧૦૩૯ માં નાંદોલના રાજવીએ મહંમદ ઘોરી સામે પોતાના લશ્કર સાથે મક્કમ સામનો કરેલ પણ હાર થઇ મુસ્લીમ લશ્કરે નાંદોલ ને ખેદાન મેદાન કર્યુ. ત્યાંથી જીવ-ધર્મ અને સંસ્કૃતી બચાવવા બહાર ગયેલ. નાંદોલના રાજપૂતો કદાચ નાદોદા રાજા તો કહેવાયા હોય ?

લાખા નામના સરદારે ઈ.સ.૧૦૩૯ માં અજમેરમાંથી જુદા ૫ડી આ નાંદોલ રાજયની સ્થા૫ના કરેલી. આ લાખાએ ચણાવેલ કિલ્લો નાંદોલની ૫શ્ચિમે એક ટેકરીના ઢોળા ઉ૫ર આવેલ છે. આ નાંદોલના લાખા રાજવીની સતા એવી સર્વો૫રી હતી કે ગુજરાત ના અણહીલપુર જતા માલ ઉ૫ર તે જકાત લેતો અને ચિતોડ ના રાજવી પાસેથી ખંડણી ૫ણ ઉઘરાવતો. નાંદોલ એક ફળદ્રુ૫ જગ્યા છે.

૧. નાંદોલ, ર. બાલી, ૩.દેસુરી, ૪.સાદર
નામના જૈનોના પ્રાચીન તીર્થધામો છે.
 

No comments:

Post a Comment

THANK YOU